Tuesday - Jun 30, 2026

હળવદના દિઘડિયા નજીક બે બાઈક વચ્ચેના અકસ્માતમાં મોટાભાઈની નજર સામે નાનાભાઈનું મોત

હળવદના દિઘડિયા નજીક બે બાઈક વચ્ચેના અકસ્માતમાં મોટાભાઈની નજર સામે નાનાભાઈનું મોત

હળવદ : હળવદ તાલુકાના ભલગામડાથી દિઘડિયા ગામ જવાના રસ્તા પર ગત તા.15ના રોજ જીજે - 03 - એફએચ - 9460 નંબરના ચાલકે ફરિયાદી બાબુભાઇ નાથાભાઇ કાંજીયા રહે.દિઘડિયા વાળાના જીજે - 06 - કયું - 9249 નંબરના બાઈક સાથે પોતાનું બાઈક અથડાવતા ફરિયાદી બાબુભાઈને ઇજાઓ પહોંચી હતી.જ્યારે તેમના નાના ભાઈ ખોડાભાઈને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે બાબુભાઈની ફરિયાદના આધારે હળવદ પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.