Friday - Jul 03, 2026

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓથેન્ટિકેશનની સિસ્ટમ ઠપ્પ થઈ જતા દસ્તાવેજની કામગીરી પર અસર

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓથેન્ટિકેશનની સિસ્ટમ ઠપ્પ થઈ જતા દસ્તાવેજની કામગીરી પર અસર

મોરબી:  મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આધાર ઓથેન્ટિકેશનની સિસ્ટમ ઠપ્પ થઈ જતાં દસ્તાવેજ નોંધણી માટે આવેલા લોકોને અરજદારો મુશ્કેલી પડી હતી. સવારના 10:30 વાગ્યાથી સર્વર અને આધાર ઓથેન્ટિકેશનની કામગીરી બંધ થઈ જતા દસ્તાવેજમાં ફોટા પાડવા સહિતની પ્રક્રિયા અટકી જતાં કચેરીઓમાં ભારે ભીડ જામી હતી.જેમાં મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અંદાજે 100 થી 150 જેટલા અરજદારો સવારથી જ પોતાની કામગીરી કરવા આખો દિવસ બેઠા રહ્યા હતા.

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓથેન્ટિકેશનની સિસ્ટમ ઠપ્પ થઈ જતા દસ્તાવેજની કામગીરી પર અસર

એડવોકેટ ભાવિનભાઈ પટેલે આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સમસ્યા માત્ર મોરબી પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ અને આઈટી સેલના પ્રમુખ સવાણીભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. અરજદારો સવારના 10 વાગ્યાથી કચેરીએ આવી ગયા હોવા છતાં, કોઈ ઉકેલ ન આવતા લોકોનો સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે. સરકારી તંત્ર વહેલી તકે આ ટેકનિકલ ખામી સુધારે તેવી લોકમાંગ ઉઠી છે.

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓથેન્ટિકેશનની સિસ્ટમ ઠપ્પ થઈ જતા દસ્તાવેજની કામગીરી પર અસર
મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓથેન્ટિકેશનની સિસ્ટમ ઠપ્પ થઈ જતા દસ્તાવેજની કામગીરી પર અસર