Saturday - May 16, 2026

મોરબીમાં પતિ- પત્ની વચ્ચે ઝઘડા બાદ પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં પતિ- પત્ની વચ્ચે ઝઘડા બાદ પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ પતિને મનોમન લાગી આવતા પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

મૂળ સુરેન્દ્રનગરના નુરેમિલાદ સોસાયટીમાં રહેતા અને હાલમાં મોરબીના સો ઓરડી વિસ્તારમાં ભુવનેશ્વરી પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ફિરોજભાઈ ઈસાભાઈ બાબરીયી ઉ.34 નામના યુવાનને તેમના પત્ની સાથે બોલાચાલી થયા બાદ મનોમન લાગી આવતા પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.