Monday - Oct 05, 2026

હળવદના કવાડિયામાં પત્ની સાથે માથાકૂટ થતા પતિનો ગળેફાંસો

હળવદના કવાડિયામાં પત્ની સાથે માથાકૂટ થતા પતિનો ગળેફાંસો

હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ મનોમન લાગી આવતા અનિલભાઈ ઉર્ફે ચાચુ ખોડાભાઈ ચારોલા ઉ.વ.30 નામના યુવકે પોતાના ઘેર લાકડાની વરી સાથે સાળી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.