Sunday - Jul 05, 2026

વાંકાનેરના પંચાસિયા ગામે ઘરવખરી લેવા મુદ્દે પતિએ પત્ની પર હુમલો કર્યો

વાંકાનેરના પંચાસિયા ગામે ઘરવખરી લેવા મુદ્દે પતિએ પત્ની પર હુમલો કર્યો

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા પરિણીતાએ ઘરવખરીની ચીજવસ્તુ લેવા માટે પતિ પાસે પૈસા માંગતા પતિએ લાકડી વડે આડેધડ મૂંઢ માર મારી ઇજાઓ પહોંચાડતા પત્નીએ પતિ વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા અને ઘરકામ કરતા મનીષાબેન દિલીપભાઈ ચૌહાણ ઉ.29 નામના પરિણીતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેણીએ પોતાના પતિ પાસે ઘરવખરીની ચીજવસ્તુ લેવા માટે પૈસા માંગતા આરોપી પતિ દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણે લાકડી વડે માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.