મોરબીના સર્કિટ હાઉસ પાસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી સ્પાના બે માલિકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે મોરબીમાં સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમાં સનમૂન સ્પાના સંચાલક ભાવેશભાઇ સદાશીવભાઈ ખમકાર તથા સહુલભાઇ વિનોદભાઇ સોલંકી સાથે મળી આ સ્થળે આર્થીક લાભ માટે બહારની મહિલાઓ રાખી ગ્રાહકો બોલાવી તેઓને બોડી મસાજના ઓઠાતળે દેહ વિક્રયની પ્રવૃત્તિ કરાવે છે. આ બાતમીના આધારે રેઇડ કરી ભાવેશભાઇ સદાશીવભાઇ ખમકાર ઉં.વ. ૩૦ ( સ્પાના માલીક ) અને રાહુલભાઇ વિનોદભાઈ સોલંકી ઉ.વ.૨૬ (સ્પાના માલીક)ને પકડી લઈ તેમની વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧૩૪૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.