મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતો યુવાન ભવાની ચોક વિસ્તારમાં આવેલ કારખાને ગયો હતો અને ત્યાં તેના બાકી લેવાના પૈસા નીકળતા હોય તે બાબતે હાજર યુવાનને પૂછ્યું હતું કે તમારા પિતાજી ક્યાં છે ? તેથી સામેથી જણાવ્યું હતુ કે તે હાજર નથી. ત્યારે યુવાને કહ્યું કે પૈસા માટે મારે કેટલા ધક્કા ખાવાના ? જેથી સામેવાળ શખ્સે ઉશ્કેરાઇને યુવાનને માર મારીને માથાના ભાગે છરી ઝીંકી દીધી હતી અને બાદમાં બંને પિતા-પુત્રએ એકસંપ કરી ઢીકાપાટા વડે યુવાનને માર માર્યો હોય ભોગ બનેલ યુવાને સારવાર બાદ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે દીપેનભાઈ અનંતરાય કગથરા કંસારા રહે.ગ્રીન ચોક કંસારા શેરી મોરબીએ દિલીપ કાળુ ચનિયારા તથા કાળુભાઈ ચનિયારા રહે.બંને ભવાની ચોક રાજ ગેરેજ નજીક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે રાત્રિના નવેક વાગ્યે ભવાની ચોક લખધીરવાસ વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા નામના કારખાને ગયા હતા.ત્યાં તેઓ કાળુભાઈ ચનિયારા સાથે વેપાર ધંધાના પૈસા લેવાના બાકી હોય પૈસા લેવા માટે કારખાને ગયા હતા.ત્યારે તે સમયે કાળુભાઈ હાજર ન હતા અને તેમનો દીકરો દિલીપ કાળુભાઈ ચનિયારા હાજર હતો.ત્યાં તેને તેમના પિતા કાળુભાઈ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે દિલીપએ જણાવ્યું હતું કે તે હાજર નથી.તેથી દીપેનભાઈ કગથરાએ દિલીપને કહ્યું હતું કે મારે પૈસા લેવા માટે કેટલા ધક્કા ખાવાના ? જેને લઈને દિલીપ કાળુભાઈ ચનિયારા નામ ઇસમ ગાળો આપવા લાગ્યો હતો અને તે દરમિયાનમાં કાળુભાઈ આવી જતા બંનેએ એકસંપ કરીને ઝઘડો કરીને ઢીકાપાટુ વડે દિપેનભાઈ કગથરાને માર માર્યો હતો.મારામારી દરમિયાનમાં દિલીપ કાળુભાઈ ચનિયારાએ દિપેનભાઈ કગથરાના માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં દિપેનભાઈ કગથરાને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા.સારવાર બાદ દિપેનભાઈ કગથરાએ નોંધાવેલ ઉપરોક્ત ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા દિલીપ કાળુભાઈ ચનિયારા અને કાળુભાઈ ચનિયારા સામે મારામારી સબબ ગુનો નોંધવામાં આવ્યો છે.