Monday - Apr 27, 2026

અદેપર પ્રાથમિક શાળામાં બાલિકાઓનુ અનોખી રીતે સન્માન

અદેપર પ્રાથમિક શાળામાં બાલિકાઓનુ અનોખી રીતે સન્માન

" પંછી પાની પીને સે , ઘટે ના સરિતા નીર,ધરમ કરતાં ધન ના ઘટે,સહાય કરે રઘુવીર," આ ઉક્તિ ને સાર્થક કરવા માટે માં કુળદેવીના આશીર્વાદ , માતા પિતા ,વડીલો અને પૂર્વજો ની પ્રેરણાથી મિતકુમાર દલસાણીયા. તેમજ ધર્મપત્ની ગાર્ગી દલસાણીયાના સહયોગથી આજરોજ નાની બાળાઓને જવારાવ્રત,ગૌરીવ્રત પ્રસંગે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ઉપયોગી થાય તેવા ૧ જોડી  સ્લીપર પગરખાનું દાન પુણ્ય કરી પ્રોત્સાહિત કરી યુવાવર્ગ અને અન્યોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તકે અદેપર શાળા પરિવાર અને આ ગામના યુવા અને ઉત્સાહી સરપંચ જનકસીંહ ઝાલાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્ય અરવિંદભાઈ કૈલાએ દાતાનો આભાર વ્યક્ત કરી અભિવાદન કર્યું હતું.

અદેપર પ્રાથમિક શાળામાં બાલિકાઓનુ અનોખી રીતે સન્માન