વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા હોળીના રસીયા કાર્યક્રમ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ , જેમાં નિલકંઠ મહાદેવ મહિલા મંડળ, ગાયત્રી મહિલા મંડળ તથા વૈદેહી સંત્સંગ સંસ્થાન મહિલા મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તેમ જલારામ ધામ મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન સોમૈયાએ જણાવ્યું હતું.