મોરબી : મોરબી જિલ્લાના વનાળીયા (શારદાનગર) ગામે આગામી *તા.૦૬/૧૧/૨૦૨૪ બુધવાર લાભપાંચમ ના પાવન દિવસે રાત્રે ૯:૩૦ કલાકે, રામજી મંદિરના ચોકમાં.બજરંગ યુવક મંડળ તથા સમસ્ત વનાળીયા (શારદાનગર) ગામ દ્રારા *ગોમલી નો ઇતિહાસ વીર માંગળાવાળો* યાને કે પદમાનો પ્રેમ નામનું ઐતિહાસિક નાટક ભજવાશે સાથે પેટ પકડીને હસાવતું કોમિક *દીકરો દયારામ* હાસ્યની રમજટ બોલાવશે, તેથી આ નાટક જોવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે, બહાર ગામના વ્યક્તિઓ માટે ચા પાણી અને બેસવા માટે ગાદલાંની વ્યસ્થા રાખેલ છે.