વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર વાંકાનેર શહેરમાં રેલવે બ્રિજ નીચે પસાર થતા ઉંચી હાઈટ વાળા વાહનો માટે મુકવામાં આવેલ લોખંડના ગડરમાં ટ્રક ફસાઈ જતા છેલ્લા એકાદ કલાકથી ટ્રાફિક જામ થઈ જવા પામ્યો છે. વાહન વ્યહવાર ખોરવતા એક કલાક સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી અને અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.