Sunday - Jul 05, 2026

ભારે કરી...હળવદના પ્રધાનમંત્રી આવાસોમાં લોકો આવે તે પહેલાં ખુટીયો ચોથા માળે ચડી ગયો

ભારે કરી...હળવદના પ્રધાનમંત્રી આવાસોમાં લોકો આવે તે પહેલાં ખુટીયો ચોથા માળે ચડી ગયો

હળવદ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ વચ્ચે આજે જોવા જેવી થઈ હતી અને એક ખૂટીયાએ ભારે કરી હોય એમ હમણાં નવા બનેલા પ્રધાન મંત્રી આવાસ સંકુલને માથે લીધું હતું. આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હળવદમાં મોટા આવાસો સાથે સંકુલ બનાવ્યું છે. આ આવાસો એકદમ તૈયાર છે  પણ હજુ સુધી કોઈ રહેવા આવ્યું નથી. એ પહેલાં જ ખૂટીયો પ્રધાનમંત્રી આવાસોના ચોથા માળે ચડી ગયો હતો. આ ઘટના કેવી રીતે બની એની વિગતો બહાર આવી નથી. પરંતુ આ યોજના રેઢી પઢ હોવાથી કદાચ પગથિયેથી ખુટિયો ઉપર ચડી ગયો હોવાનું પ્રાથમિક તારણ છે.આ બનાવથી લોકોમાં હળવી રમૂજ સાથોસાથ રખડતા ઢોરોને પકડવા માટે કોઈ કાર્યવાહી ન કરતા તંત્ર સામે રોષ વ્યકત જોવા મળ્યો હતો. જો કે અમુક સેવાભાવિ યુવાનો ચોથા માળે ચડી ગયેલા ખુટીયાની સહી સલામત રીતે નીચે ઉતાર્યો હતો.

ભારે કરી...હળવદના પ્રધાનમંત્રી આવાસોમાં લોકો આવે તે પહેલાં ખુટીયો ચોથા માળે ચડી ગયો