Monday - Jul 06, 2026

મોરબીના વનાળિયા ગામે ગૌવંશ પર એસીડ એટેકથી ગ્રામજનોમાં ભારે રોષ

મોરબીના વનાળિયા ગામે ગૌવંશ પર એસીડ એટેકથી ગ્રામજનોમાં ભારે રોષ

ગૌવંશ ઉપર એસિડથી હુમલો કરનાર નરાધમ સામે કડક કાર્યવાહીની માંગ


મોરબી : મોરબીના વનાળિયા (શારદાનગર) ગામે કોઈ નરાધમે પોતાના અંગત હિત ખાતર ગૌવંશ ઉપર એસિડથી હુમલો કર્યાનો હીંચકારો બનાવ સામે આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ગામલોકોએ ગૌવશ ઉપર એસિડ એટેક કરનાર નરાધમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબીના વનાળિયા ગામના લોકોના જણાવ્યા મુજબ ગૌવંશ ઉપર કોઈએ એસિડ છાટતા ગૌવંશની માથેની ચામડી ખદબદીને નીકળી ગઈ છે.આ ગંભીર બનાવ અંગે ગામના યુવાન દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે. હાલ તો આ ઘટના સામે આવતા ગામના સેવાભાવી લોકોએ એસિડ એટેકથી ગંભીર ઇજાગ્રસ્ત થયેલા ગૌવંશની સારવારની વ્યવસ્થા કરી છે.સાથેસાથે આવું કૃત્ય કરનાર વ્યકતિ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે..આ બનાવ અંગે ગામના સરપંચ અબુભાઈ સુમરા નવીનભાઈ પાડલીયા હિતેષ પાડલીયા અને આ બનાવના અરજી આપનાર રોહિતભાઈ વિલપરા દ્વારા ગૌવંશની ગ્રામ પંચાયતમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોસ જોવા મળ્યો છે.