મોરબી : મોરબીમાં રોટરી કલબ ઓફ એલીટ દ્વારા તા. 3-8-2025ને રવિવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમ્યાન ૐ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ સામેનું મેદાન, શનાળા રોડ, મોરબી ખાતે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં શુભ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટર ડાયાબિટીસ અને ICU નિષ્ણાંત ડો. રાકેશ એ. સરડવા, ડો. દિવ્યેશ ડી. શેરસીયા દ્વારા સેવા આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા મોરબીવાસીઓને અપીલ કરવામાં આવી છે.