Friday - Apr 24, 2026

મોરબીના યુવા હિન્દૂ સંગઠન દ્વારા દર મહિનાના પ્રથમ શનિવારે હનુમાન ચાલીસાનું પઠન કરાશે

મોરબીના યુવા હિન્દૂ સંગઠન દ્વારા દર મહિનાના પ્રથમ શનિવારે હનુમાન ચાલીસાનું પઠન કરાશે

મોરબીમાં હિન્દૂ યુવાનો હનુમાન ચાલીસાનું પઠન કરીને હિન્દૂ સંસ્કૃતિનું ગૌરવ ઉજાળે એ માટે મોરબીના યુવા હિન્દૂ સંગઠન દ્વારા આવકારદાય પહેલ કરવામાં આવી છે. હનુમાન ચાલીસા જીવનનું પરમ સત્ય સમાયેલું હોવાથી યુવાનોમાં હનુમાન ચાલીસાનું પઠન થાય તે જરૂરી હોવાથી યુવા હિન્દૂ સંગઠન દ્વારા આ શનિવારથી હનુમાન ચાલીસા પાઠ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શરૂઆતમાં 50 જેટલા યુવાનો જોડાયા હતા અને આ યુવાનો દ્વારા હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા. જો કે હિન્દૂ યુવા સંગઠન દ્વારા આ શનિવારથી જ દર મહિનાના પ્રથમ શનિવારે હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવશે અને હનુમાન ચાલીસાના શ્લોક, મંત્રોચ્ચાર સાથે હિન્દૂ સંસ્કૃતિનું જતન કરવામાં આવશે. આ શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારથી હનુમાન ચાલીસા પથનની શરૂઆત થઈ છે અને દર મહિનાના પ્રથમ શનિવારે હનુમાન ચાલીસા પઠન કરવામાં આવશે. જેમાં વધુને વધુ યુવાનોને જોડાવવાનું આહવાન કરવામાં આવ્યું છે.

મોરબીના યુવા હિન્દૂ સંગઠન દ્વારા દર મહિનાના પ્રથમ શનિવારે હનુમાન ચાલીસાનું પઠન કરાશે