વાંકાનેરના પલાસ ગામે પાણીનું સૌથી મોટું દુઃખ છે. કારણ કે અડધોઅડધ ગામને પીવાનું પાણી પૂરું મળતું જ નથી. આથી અડધા ગામને ખારું પાણી પીવું પડે છે અને બાકીનાને બોરનું પાણી નસીબ થતું હોય આ ગામમાં પાણીની મોટી ઉપાધિ છે. ગામના સંપમાંથી નર્મદાની લાઈનમાંથી પાણી આવે છે ખરું પણ હાલ આ લાઈન કોઈ કારણોસર બ્લોક થઈ ગઈ હોય નર્મદાનું પાણી આ ગામને મળતું નથી. આથી આ લાઈનનું કામ ચાલુ છે.
વાંકાનેર તાલુકાના પલાસ ગામના સરપંચ હેમંતભાઈ વીરજીભાઈ કુણપરાએ જણાવ્યું હતું કે તેમનું ગામ રાજાશાહી વખતનું છે અને હાલ આ ગામની વસ્તી 1500 જેટલી હોય અને આ વસ્તી ખેતી ઉપર નિર્ભર હોવા છતાં ગામમાં પિયત માટે કેનાલની સુવિધા ન હોવાથી ખેતી ભગવાન ભરોસે થઈ ગઈ છે. આ ગામમાં સિંચાઇનું સૌથી મોટું દુઃખ છે. આ ગામ ખેતી ઉપર નિર્ભર છતાં સિંચાઇની સુવિધા ન હોવાથી ખેતી ભગવાન ભરોસે રહે છે. વરસાદ જ્યારે સારો પડે ત્યારે જ ગામમાં પાણી અને પાકનું ઉજળું ચિત્ર સામે આવે છે.બાકી વરસાદ ન થાય તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. એટલે આ ગામની ખેતી કાયમી રીતે હરિભરી રહે તે માટે સિંચાઇની સુવિધા આપવાની ગ્રામજનોએ માંગ કરી છે. આ ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હોય પાંચ કિમિ દુર જવું પડે છે. ગામમાં રોડ રસ્તા, ભુગર્ભ ગટર, સ્કુલ, આંગણવાડી, સફાઈ માટે વાહન સહિતની સુવિધા હોય અને ગામના રાતડીયા,વૈણા,ભુતવડના માર્ગો કાચા હોય તેંને પાકા કરવાની માંગ છે.