Wednesday - Nov 05, 2025

હળવદના માથક ગામે પરિણીતાનો આપઘાત, પતિ, સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ

હળવદના માથક ગામે પરિણીતાનો આપઘાત, પતિ, સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના માથક ગામે રહેતા પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી જઈ આપઘાત કરી લેતા આ બનાવના મૃતક પરિણીતાના ભાઈએ તેમના બહેનને મરવા મજબુર કરનાર સાસરિયાઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ગત તા.28ના રોજ હળવદના માથક ગામે નીતાબેન અરજણભાઈ ચાવડા નામના પરિણીતાએ આપઘાત કરી લેતા બનાવ અંગે તેમના ભાઈ ઇન્દ્રજીતભાઈ પથુંભાઈ ખેર રહે.મેરૂપર હળવદ વાળાઓએ પોતાના બહેનને લગ્ન બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરનાર આરોપી અરજણભાઈ દેવુભા ચાવડા, ઉપેન્દ્ર અરજણભાઈ ચાવડા, ધનુબેન દેવુભા ચાવડા રહે.માથક અને વસંતબેન ઝાલાભાઈ ચાવડા રહે.હાલ હળવદ મૂળ રહે.માથક વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.