Monday - Apr 27, 2026

મોરબી જિલ્લાના તમામ ગૃરું આશ્રમોમાં ગુરુજીનું ભક્તિભાવથી પૂજન કરાયું

મોરબી જિલ્લાના તમામ ગૃરું આશ્રમોમાં ગુરુજીનું ભક્તિભાવથી પૂજન કરાયું

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ કો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિદ દિયો બતાયે, ભગવાનનો સાક્ષાત્કાર કરાવતા ગુરુનો મહિમા વર્ણવતા ગુરુપૂર્ણિમાની આજે મોરબી જિલ્લામાં ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરુ આશ્રમ જેવા કે કેશવાનંદ બાપુના શાંતિવન આશ્રમ, મહેન્દ્રનગર પાસેના રામધન આશ્રમ, જય ગિરનારી આશ્રમ, ભાણદેવજી મહારાજના સરસ્વતી નિકેતન આશ્રમ, બગથળાના દામજી ભગતના નંકલક આશ્રમ, કબીર આશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટીને ગુરુજીનું ભક્તિભાવથી પૂજન કર્યું હતું.

શાંતિવન આશ્રમમાં ગુરુપૂર્ણિમા નિમિતે દિવંગત સંત કેશવાનંદ બાપુના મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટી પડી કેશવાનંદ બાપુની પૂજા અર્ચના કરી ગૃરુંવાણી, ભજન ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

મોરબી જિલ્લાના તમામ ગૃરું આશ્રમોમાં ગુરુજીનું ભક્તિભાવથી પૂજન કરાયું

જય ગિરનારી આશ્રમમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટી પડીને યોજાયેલા ગૃરુંવાણી, ભજન ભોજન સહિતના કાર્યક્રમોનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો.

મોરબી જિલ્લાના તમામ ગૃરું આશ્રમોમાં ગુરુજીનું ભક્તિભાવથી પૂજન કરાયું

સરસ્વતી નિકેતન આશ્રમમાં ગુરુપૂર્ણિમા નિમિતે મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી ભાણદેવજી મહારાજની પૂજા અર્ચના કરી ગૃરુંવાણી, ભજન, ભોજનના કાર્યક્રમોનો લાભ લીધો હતો.

મોરબી જિલ્લાના તમામ ગૃરું આશ્રમોમાં ગુરુજીનું ભક્તિભાવથી પૂજન કરાયું

રામધન આશ્રમમાં આજે  મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી સંત ભાવેશ્વરીબેનની પૂજા અર્ચના કરી હતી. તેમજ ગૃરુંવાણી, ભજન ભોજન સહિતના કાર્યક્રમોનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો.

મોરબી જિલ્લાના તમામ ગૃરું આશ્રમોમાં ગુરુજીનું ભક્તિભાવથી પૂજન કરાયું
મોરબી જિલ્લાના તમામ ગૃરું આશ્રમોમાં ગુરુજીનું ભક્તિભાવથી પૂજન કરાયું

નંકલક આશ્રમમાં આજે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ગુરુ દામજી ભગતનું પૂજન અર્ચન કરી ગૃરુંવાણી, ભજન ભોજન સહિતના કાર્યક્રમોનો લાભ લીધો હતો.

મોરબી જિલ્લાના તમામ ગૃરું આશ્રમોમાં ગુરુજીનું ભક્તિભાવથી પૂજન કરાયું

કબીર આશ્રમમાં ગુરુપૂર્ણિમા નિમિતે સંત કબીર બાપુના મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટી પડી  કબીર બાપુની પૂજા અર્ચના કરી ગૃરુંવાણી, ભજન ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

મોરબી જિલ્લાના તમામ ગૃરું આશ્રમોમાં ગુરુજીનું ભક્તિભાવથી પૂજન કરાયું