હડમતિયાધામ - નકલંકધામ ઠાકર મંદિર, હડમતિયાધામ (પાલણપીર) ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી: આગામી તા. 29-7-2026, બુધવારના રોજ સવારે 9:00 કલાકે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત મહાનુભાવોનો એવોર્ડ સમારોહ યોજાશે.
આ સમારોહમાં સમાજના પાંચ મહાનુભાવોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં તુલસીભાઈ સવજીભાઈ નાવિયાણી અને સ્વ. ટપુભાઈ પ્રેમજીભાઈ વારેવડીયાને જીવણ સ્વામી એવોર્ડ, જયારે જાદવજીભાઈ જીવણભાઈ વારેવડીયા, અમરશીભાઈ મુળજીભાઈ ઘરોડીયા અને કાંતિભાઈ જેઠાભાઈ મૈજડીયાને પ્રેમદાસબાપુ એવોર્ડથી સન્માનિત કરાશે.
કાર્યક્રમ બાદ સવારે 11:00 કલાકે જ્ઞાતિભોજનનું આયોજન રાખેલ છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુરુ મેહુલદાસબાપુ કેસવદાસબાપુ ચાપબાઈ, નકલંકધામ વિકાસ સેવાયજ્ઞ સમિતિ અને સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.