Thursday - Jul 02, 2026

મોરબીના ગોરખીજડીયા ગામે ‘શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન.

મોરબીના ગોરખીજડીયા ગામે ‘શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન.

૧૧ જાન્યુઆરી સુધી ભક્તિનો અવિરત પ્રવાહ વહેશે.

મોરબી:મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે આવેલ શ્રી અલખધણી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌસેવાના લાભાર્થે અને ગૌશાળાના ૧૬માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ‘શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ’ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક મહોત્સવનો પ્રારંભ શનિવાર, ૦૩ જાન્યુઆરી ૨૦૨૬થી થશે, જે ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલશે.

મોરબીના ગોરખીજડીયા ગામે ‘શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન.
મોરબીના ગોરખીજડીયા ગામે ‘શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન.
મોરબીના ગોરખીજડીયા ગામે ‘શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન.

આ જ્ઞાનયજ્ઞમાં કથાના વ્યાસપીઠ પર સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય શ્રી પિયુષભાઈ પી. પંડ્યા (ધૂંટુવાળા) બિરાજી રહ્યા છે. તેઓ પોતાની સંગીતમય શૈલીમાં શિવપુરાણનું રસપાન કરાવી શ્રદ્ધાળુઓને ભક્તિરસમાં તરબોળ કરશે.

કથાના મુખ્ય પ્રસંગોની રૂપરેખાની વાત કરીએ તો આ નવ દિવસીય મહોત્સવ દરમિયાન શિવપુરાણના વિવિધ પાવન પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે જેમાં 
* ૦૩ જાન્યુઆરી: પોથીયાત્રા, દીપ પ્રાગટ્ય અને કથા પ્રારંભ
* ૦૪ જાન્યુઆરી: શિવ લિંગ પ્રાગટ્ય મહિમા - પૂજનવિધિ
* ૦૫ જાન્યુઆરી: પંચાક્ષર મંત્ર, ભસ્મ, રૂદ્રાક્ષ અને બિલીપત્ર મહિમા
* ૦૬ જાન્યુઆરી: સતી ચરિત્ર, દક્ષ યજ્ઞ અને શિવ-પાર્વતી વિવાહ (મહોત્સવ)
* ૦૭ જાન્યુઆરી: કાર્તિકેય અને ગણેશ જન્મ
* ૦૮ જાન્યુઆરી: તુલસી શાલિગ્રામ પૂજનવિધિ અને મહિમા
* ૦૯ જાન્યુઆરી: શિવના અવતારો અને હનુમાનજી પ્રાગટ્ય
* ૧૦ જાન્યુઆરી: બાર જ્યોતિર્લિંગ પ્રાગટ્ય
* ૧૧ જાન્યુઆરી: જમદગ્નિ પ્રાગટ્ય, પાર્થેશ્વર પૂજા, કથા વિરામ થશે.

ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ:–

કથાના ત્રીજા દિવસે એટલે કે ૦૫ જાન્યુઆરી ૨૦૨૬, સોમવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ભવ્ય સંતવાણી (લોકડાયરો)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકગાયક હસમુખ પ્રજાપતિ અને પ્રકાશ ગોહિલ પોતાની કલા પીરસશે. તેમની સાથે તબલા વાદક સંદીપ ડોડીયા, બેન્જો વાદક પંકજ સોડા અને સાઉન્ડ સિસ્ટમમાં શિવ સાઉન્ડ (મોરબી) સાથ આપશે.

શ્રી અલખધણી ગૌશાળામાં ચાલતી ગૌસેવાના લાભાર્થે આ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા આ ધાર્મિક પ્રસંગે શારીરિક, આર્થિક અને માનસિક સહકાર આપી કથાનું શ્રવણ કરવા તેમજ ભોજન પ્રસાદનો લાભ લેવા માટે સર્વે ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સ્થળ: શ્રી અલખધણી ગૌશાળા, મુ. ગોરખીજડીયા, તા. જી. મોરબી.
કથા સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ કલાક સુધી.