મોરબી (તારીખ: ૨૬/૧૧/૨૦૨૫):
અયોધ્યા ખાતે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ભગવાન શ્રી રામ મંદિરના શિખર પર તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ ધર્મ ધ્વજા લહેરાવવામાં આવતાં, રામ મંદિરના ૫૦૦ વર્ષ જૂના સંઘર્ષ પછી ભવ્ય નિર્માણ કાર્ય પૂર્ણ થવાની અને ધર્મ ધ્વજા સ્થાપનાના આ ઐતિહાસિક અને પવિત્ર અવસરની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગ રૂપે, મોરબીમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની કાર્યકરો જોડાયા હતા, જેમાં નગરદરવાજા ચોક ખાતે ગઈકાલે તારીખ ૨૬/૧૧/૨૦૨૫, બુધવાર ના રોજ સાંજે ૭ વાગ્યા થી ૮ વાગ્યા સુધી ફટાકડા ફોડીને આતશબાજી અને મીઠા મોઢા કરાવી આ ભવ્ય અવસરની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીમાં મોરબીના મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.