Saturday - May 16, 2026

ટંકારાના કલ્યાણપર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં થાય.

ટંકારાના કલ્યાણપર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં થાય.

ટંકારા નગરપાલિકામાંથી બાકાત થયેલું ગામ છે કલ્યાણપર.

ટંકારા:- જ્યારે ટંકારા નગરપાલિકા કાર્યરત થઈ હતી, ત્યારે ટંકારાના કલ્યાણપર (આર્યનગર)નો સમાવેશ આ નગરપાલિકામાં કરવામાં આવ્યો હતો, જો કે કલ્યાણપર ગામે નગરપાલિકામાં નહીં ભરવા માટે માંગણી કરી હતી, માટે ફરી ત્યાં ગ્રામ પંચાયત કાર્યરત થઈ હતી, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેરનામું બહાર પાડ્યું ત્યારે કલ્યાણપરમાં પેટા ચૂંટણી યોજવાની હતી, પરંતુ આજે આખરી જાહેરનામામા કલ્યાણપર ગામને પેટા ચૂંટણીમાંથી બાકાત કરવામાં આવ્યું છે 24 ગામોમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજાનાર છે. બીજી તરફ કલ્યાણ પર ગામે ચૂંટણી લડવા મન બનાવેલ રાજકીય લોકોએ ભારે અંચબા સાથે કચેરીમાં દોડધામ કરી હતી. અને સંપર્કનો દોર વધાર્યો હતો,