ટંકારાના સરાયા ગામે જુના ગામ વિસ્તારમાં રામજી મંદિર પાસે આવેલા બહુચર માતાજીના મંદિરે ગત મોડી રાત્રે ચાર તસ્કરોએ ધામાં નાખ્યા હતા. તેઓએ ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે ગામના અમરશીભાઈએ જણાવ્યું કે ચાર ચોર હતા. તેઓએ ચેન, જુમર, બુટીયું સહિતની વસ્તુઓ ચોરી હતી. જેમાં 2 તોલા જેટલું સોનું અને 1 કિલોથી વધુ ચાંદી હતું. તસ્કરોએ મંદિરમાં ચોરીને અંજામ આપતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠી છે.