માળીયા (મી) તાલુકાના બગસરા ગામે પાણીની ઊંચી ટાંકી જર્જરીત હાલતમાં હોવા છતાં જવાબદાર તંત્ર જાણે અંધારામા હોય એવું લાગે છે અને લેખિત રજુઆત પણ કરી હોવા છતાં પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી પાણીની ઊંચી ટાંકીના પગથીયા ખુબજ જર્જરીત છે અને તંત્રને જાણ પણ કરી છે કે, નવી ઊંચી ટાંકી બનાવવાની ગ્રાન્ટ આપો અથવા ડીમોલેશનની મંજુરી આપો પણ તંત્ર જાણે ખોખો દાવ રમતી હોય તે રીતે તંત્ર કામ કરી રહ્યું હોય તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. તેથી ટાંકી અકસ્માતે પડશે તો જવાબદારી કોની? તેવા સવાલો ગામ પંચાયત તથા ગામલોકોએ ઉઠાવ્યા છે.