Thursday - Feb 12, 2026

મોરબીના શનાળા ગામની કન્યા શાળાને નવી નકોર બનાવાઈ

મોરબીના શનાળા ગામની કન્યા શાળાને નવી નકોર બનાવાઈ

શનાળા ગામની કન્યા શાળા જે ખંડિત બની હોય એને વેકેશન દરમિયાન નવી બનાવવામાં આવી છે. બાળાઓને પણ સ્કૂલે જવાનું મન થાય તેવા રંગરૂપ ધારણ કરવામાં આવ્યા છે. આખી શાળાનો ઘરમૂળથી ફેરફાર કરીને રંગરોગાન કરવામાં આવ્યું છે  આથી નવું શૈક્ષણિક સ્તર શરૂ થતાં જ આ કન્યા શાળા દીપી ઉઠી છે.શાળાની અંદર દીવાલો તેમજ બેન્ચ સહિતની વ્યવસ્થામાં પણ ફેરફાર કરીને શાળા દરેકને ગમી જાય તેવી બનાવવામાં આવી છે.શાળાની બહાર વૃક્ષોને પણ કલરકામ કરીને ચમકાવવા આવ્યા છે. આખી શાળા હરીભરી બની ગઈ છે. આ શાળાના નિવિનિકણમાં દાતાઓ, ગ્રામ પંચાયત અને ગ્રામજનોનો યથાયોગ્ય ફાળો રહ્યો છે.

મોરબીના શનાળા ગામની કન્યા શાળાને નવી નકોર બનાવાઈ
મોરબીના શનાળા ગામની કન્યા શાળાને નવી નકોર બનાવાઈ

મોરબી નજીક આવેલા શકત શનાળા ગામની સરકારી કન્યા શાળાનું વેકેસન દરમિયાન રીનોવેશન કરવામાં આવ્યું હતું અને ગામની કન્યા શાળાનું કાયાપલટ કરીને આ આખી શાળાને નવી નકોર બનાવવામાં આવી છે.બાળાઓને ભણવાનું મન થાય તે રીતે શાળાને આખો નવો જ લુક અપાયો છે.

મોરબીના શનાળા ગામની કન્યા શાળાને નવી નકોર બનાવાઈ