Wednesday - Nov 04, 2026

મોરબીની કન્યા શાળાની બાળાઓએ રંગોળી, મહેંદી, આરતી થાળી સુશોભન અને ચોટલા ગૂંથવાની કળામાં કૌશલ્ય દર્શાવ્યુ

સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા બનેલી વિદ્યાર્થીનીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરાઈ

મોરબી : મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની સર્જનાત્મકતા, કલાત્મક અભિરુચિ અને સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી રંગોળી, મહેંદી, આરતીની થાળી સુશોભન અને ચોટલા ગૂંથવાની વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આગવી કલા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

શાળામાં હેન્ડ, હાર્ટ એન્ડ હેડ (થ્રી-H) આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીનીઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ અભ્યાસની સાથે તેમનું યોગ્ય ઘડતર, ગણતર અને ઉત્તમ ચારિત્ર્યનું નિર્માણ થાય તે માટે અવારનવાર વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સત્રાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ શિક્ષકો પેપર મૂલ્યાંકન અને પરિણામ તૈયાર કરવાની કામગીરીની સાથે વિદ્યાર્થીનીઓની આંતરિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા આ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું.

રંગોળી સ્પર્ધામાં બાળાઓએ વિવિધ રંગોનો ઉપયોગ કરીને આકર્ષક અને કલાત્મક રંગોળીઓ તૈયાર કરી હતી. મહેંદી સ્પર્ધામાં સુંદર ડિઝાઇનો દ્વારા પોતાની કલાત્મક સૂઝ રજૂ કરી હતી, જ્યારે આરતીની થાળી સુશોભન સ્પર્ધામાં ધાર્મિક ભાવના સાથે સર્જનાત્મકતાનો સમન્વય જોવા મળ્યો હતો. ચોટલા ગૂંથવાની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીનીઓએ પોતાની કુશળતા અને કલાત્મક આવડતનો પરિચય કરાવ્યો હતો. તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રવૃત્તિના આયોજન અને સંચાલનમાં શાળાના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી.