Friday - May 01, 2026

ઘર કા ભેદી લંકા ઢાયે : સોનના ઘરેણાંના ભવ્ય શો રૂમનો સ્ટાફ દગાખોર નીકળ્યો

ઘર કા ભેદી લંકા ઢાયે : સોનના ઘરેણાંના ભવ્ય શો રૂમનો સ્ટાફ દગાખોર નીકળ્યો

 મોરબીના શનાળા રોડ અને રવાપર રોડની વચ્ચે પોશ વિસ્તારના માર્કેટ ગણાતા રામચોક સામે ટાટા કંપનીના સોનાના દાગીનાના ભવ્ય શોરૂમ તનિષ્કના સ્ટાફે વિશ્વસનીયતાના નામે માલિકો ઉપર કરોડો ટોપી ઘુમાવી દીધી છે. આ સ્ટાફે ઘર કા ભેદી લંકા ઢાયેની જેમ સોની ભવ્ય પેઢીમાંથી અઢી કરોડના સોનાના દાગીનાની ઉચાપત કરી હતી. તેમજ બે કર્મીઓએ  ફાઇનાન્સ પેઢીમાંથી સોનાના દાગીના ઉપર ધીરાણ મેળવી આ કંપનીના સંચાલકોને દાઝ્યા ઉપર ડામ દેવા બેય કર્મચારીઓએ રોકડા ચૂકવી દાગીના પરત મેળવી લીધા બાદ કંપનીના સંચાલકોની તપાસમાં મહિલાઓ સહિતના સ્માર્ટ સ્ટાફે તેમની વિશ્વસનીયતા ઉપર કુંઠરાઘાત કર્યાનું બહાર આવતા આ સમગ્ર મામલે અઢી કરોડની ઉચાપતની સ્ટાફ સામે ફરિયાદ નોંધાઇ છે.

મોરબીમાં ટાટા કંપનીના સોનાના ઘરેણા માટેની તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી ધરાવતા ભાગીદાર વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, અમારા શોરૂમમા મેનેજર તથા તેમા કામ કરતા તમામ સ્ટાફને અમારા શો રૂમના સોનાના દાગીના વેચવા સારૂ જવાબદારી સોપી હોય અને તેઓ શો રૂમમા સોનાના ઘરેણાનુ વેચાણ કરતા હોય ત્યારે રોજબરોજનો હિસાબ પણ તેઓ રાખતા હોય છે, જેમા આ શો રૂમમા સ્ટોર મેનેજર તરીકે હરીભાઈ જયંતીલાલ ભટી સ્ટોકની જવાબદારી સંભાળતા તેમજ બુટીક સેલ્સ ઓફીસર (બી.ઓ.એસ) ધવલ અલ્પેશભાઈ પટનીની સ્ટોક ઇન આઉટ કરવાની જવાબદારી હોય અને રીટેલ સેલ્સ ઓફીસર (આર.એસ.ઓ) ઇરફાન સાદીકભાઇ વડગામા અને ગ્રાહકને ઘરેણા દેખાડવાના તેમજ સેલ્સ કરી બીલ બનાવડાવવાની જવાબદારી તથા રીટેલ સેલ્સ ઓફીસર (આર.એ સ.ઓ) ભાવના પ્રેમજીભાઈ સોલંકીની હોય અને રીપેરીં નુ કામ કરતા કારીગર આશીષ ગુણવંતભાઇ માંડલીયા અને આ શોરૂમમા બે મેનેજરની જરૂરીયાત હોય અને એક મેનેજરની જગ્યા ખાલી હતી જેથી રાજકોટથી પરીમલભાઇ મેનેજર તરીકે તા.૨/૪/૨૦૨૪ ના રોજ ચાર્જ સંભાળતા તેને કહેલ કે મને શો રૂમમા ઘરેણાનો ફીઝીકલ સ્ટોક ટેલી કરાવી દેજો તેમ કહેતા અમારા ભાગીદાર રોનકભાઈ બાલકૃષ્ણભાઇ ભાટાણી જામનગર થી ત્યા શોરૂમ થી એક ટીમ સાથે સ્ટોક વેરીફાઇ કરવા માટે તા.૨/૪/૨૦૨૪ ના રોજ આવેલ હતા આ દરમ્યાન સૌ પ્રથમ અમે સ્ટોરના સ્ટોકની ગણતરી કરેલ હતી આ દરમ્યાન આ સ્ટોકની ગણતરી કરતા સીસ્ટમના રટોક સાથે મળી રહ્યો ન હતો જેથી ડીટેઇલમા તપાસતા સી.સી.ટી.વી ફુટેજમા શો રૂમના ફલોર મેનેજર પરીલાલ જયંતીલાલ ભટી એક પ્રોડકટ કે જે સીસ્ટમમાં ચડાવેલ નહતી અને તે પ્રોડકટ ફ્લોર ઉપર ટ્રેમા શંકાસ્પદ રીતે નજર ચુકવીને રાખતા જોવામા આવતો હતો વધુમા સીસ્ટમની સામે ફલોર નો ફીઝીકલ સ્ટોક મેળવવાનો શરૂ કરેલ હતો આ દરમ્યાન અમોને ઘણી બધી પ્રોડકટ કે જે સીસ્ટમમા ન હતી અને તે ફલોર ઉપર જોવા મળી રહી ન હતી જેનો મતલબ એ થાય કે સીસ્ટમની પ્રોડકટ ફલોર ઉપર હાજર નથી અને પ્રોડકટને છુપાવવા માટે થઇને શોરૂમા સ્ટોકના મેનેજર તરીકે કામ કરતા બી.એસ.ઓ ધવલ અલ્પેશભાઇ પટની આ બધો સ્ટોક ગણતરી મેળ કરી રહયો હતો તેવુ માલુમ પડેલ હતુ આ હરીલાલ જયંતીલાલ ભટી રહે. મોરબી અને ધવલ પટની નીચે તથા અમારા ભાગીદાર રોનકભાઈ એ પુછપરછ કરતા તેઓએ ઘણો બધો સ્ટોક કંપની અને માલીકની જાણ બહાર સ્ટોરની બહાર લઈ ગયેલ તેવુ સ્વીકારેલ હતુ આ તમામના ત્રોટાળામા સ્ટોરના કારીગર તરીકે કામ કરતા આશીષ ગુણવંતભાઈ માંડલીયા તથા સ્ટોરનો સેલ્સ સ્ટાફ તરીકે નોકરી કરતા ઇરફાને સાદીકભાઇ વડગામા, ભાવના પ્રેમજીભાઈ સોલંકીએ રૂબરૂમા સ્વીકારેલ હતું.

આ સમગ્ર બનાવની માલિકોને તે જ દિવસે ટાઇટન કંપની લીમીટેડને ઇમેઈલથી જાણ કરેલી જેના પગલા સ્વરૂપે કંપની દ્રારા તેઓના સ્ટોક ઓડીટર બીજા જ દિવસે તા.૩/૪/૨૦૨૪ ના રોજ સ્ટોર ઉપર આવેલા અને સંપુર્ણ ડીટેઇલ ઓડીટની પ્રકીયા શરૂ કરેલ સ્ટોક ઓડીટ દરમ્યાન ધ્યાને આવેલ કે હજી બીજા ઘણા બધા ઘરેણાઓ પણ ગુમ હોય જેની ગણતરી દરમ્યાન ખ્યાલ આવેલ કે કુલ-૧૦૪ નંગ ઘરેણા કિ.રૂ. ૨,૫૩,૬૧,૦૦૦ ગાયબ થઈ ગયેલ હતા,

દાગીના ઉપર પર્સનલ લોન પણ લઈ લીધી

ઉચાપત સ્ટોરના કર્મચારીઓ જેમા સ્ટોર મેનેજર હરીભાઈ ભટી તથા સ્ટોકની જવાબદારી સંભાળતા (બી.ઓ.એસ) ધવલ સોની તેમજ (આર.એ સ.ઓ)ઇરફાન વડગામાં તથા આર.એસ.ઓ ભાવના સોલંઠી તથા કારીગર આશીષ માંડલીયા દ્રારા કરવામાં આવેલ હતી તેવુ માલુમ પડયુ અને મેનેજર હરીભાઇ ભટીને ગાયબ થયેલા ઘરેણા બાબતે પુછતા હરીભાઈએ જણાવેલ કે, પોતે મુથુટ ફાઇનાન્સ તથા આઇ.આઇ.એફ.એલ ફાઇનાન્સ તથા ફેડ બેન્કમા ઘરેણા આપેલા અને તેની સામે તેની  જેથી અમે તમામ ફાઇનાન્સ કંપનીઓમાથી આ હરીભાઇને ગોલ્ડ છોડાવવા સારૂ અમે ૩.૨૯,૨૧,૯૯૯ આપેલ હતા.

સીસીટીવી અને ઓડિટમાં ભાંડો ફૂટતા મનેજર સહિતના કર્મચારીઓની મિલીભગત બહાર આવી

આ પેઢીમાં મેનેજર સહિતના સ્ટાફે કરોડોનું ફૂલેકુ ફેરવી નાખ્યું છે અને અઢી કરોડ જેટલા દાગીના વેચીને ઉચાપત કરી હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં ઘરેણાં પણ ગીરવે મૂકી લોન લઈ અને લોન પણ ભરપાઈ કરી દાગીના છોડવી લીધા હતા આ તમામ કર્મચારીઓની માલિકોએ પુછપરછ કરતા તેમણે ઘણા બધા ઘરેણાના રૂપીયા ગ્રાહક પાસેથી લઈ તેઓને ઘરેણા સોપી આપેલા પણ તેના રૂપીયા કંપનીમા જમા કરાવેલ ન હતા અને તે રૂપીયા તેઓએ પોતાના વ્યકિતગત ઉપયોગ માટે લઈ લીધેલ હતા તેનુ સ્વીકારેલ હતુ

ગ્રાહકોના ગોલ્ડન હાર્વેસ્ટર પ્લાનના પૈસા લઈને વાપરી નાખ્યા

ગ્રાહકોના ગોલ્ડન હાર્વેસ્ટર પ્લાનના પૈસા લઈ પોતે વાપરી નાખ્યા છે. તેવુ ગ્રાહકો અમારી પાસે રજુઆત કરવા આવતા ધ્યાને આવેલ છે. તેમજ અમુક ગ્રાહકોને સોનાન ઘરેણાના ખોટા સર્ટી પણ આપેલ હોવાનુ અમારે ધ્યાને આવેલ છે. છેલ્લા અમુક સમયના સ્ટોરના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા માલુમ પડયુ કે આ કર્મચારીઓએ ઘરેણા તથા રૂપીયા હજમ કરી ગયા હતા.

ઉંચાપતની રકમ ભરપાઈ ન કરતા આખરે ફરિયાદ નોંધાય

તનિષ્ક શો રૂમમાં સ્ટાફે ગદારી કરી હોવાનું સીસીટીવી ફુટેજમાં દેખાયા બાદ આરોપીઓની પૂછપરછમાં તેઓએ આ કરતુંત આચરી હોવાની કબૂલાત આપી હતી. પણ કર્મચારીઓએ ઉચાપત કરેલી રકમ ભરપાઈ કરવાનો  સમય માંગતા ગત તા.૪/૪ના રોજ ઘરેણાં અને રોકડ પરત કરશે તેવું સોગંદનામું પણ કરી આપ્યું હતું.પણ આ કર્મચારીઓએ પોતાની ઘાલમેલ ન પકડાય તે માટે કંપની દ્રારા સમયાંતરે થર્ડ પાર્ટી ઓડીટ કરવામાં આવતુ હોય છે. આ વર્ડ પાર્ટી ઓડીટરના કેટલાક ઓડીટને  કર્મચારીઓએ તેઓને સાથે સામેલ કરી લીધેલ હોય તેવી શંકા છે. આ શંકાનુ કારણ એ છે કે આ જવાબદાર કર્મચારીઓએ ઓડીટમા તેમને કરેલ ઉચાપત ન પકડાય તે માટે પગલા ના લીધેલ હતા તેવુ સ્વીકારેલ છે. ઓડીટ દરમ્યાન આ કર્મચારીઓની ઉચાપત ન પકડાય તે માટેની ઓડીટની પ્રક્રિયામાં ઘાલમેલ કરેલ છે તેવુ પણ ઉપરોકત જવાબદાર કર્મચારીઓ દ્રારા જાણવા મળેલ છે. સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરતા થડે પાર્ટી ઓડીટ દરમ્યાન સ્ટોકની ગણત રી તથા મેળ વ્યવસ્થિત રીતે ન થઈ રહયો હોય તથા થર્ડ પાર્ટી ઓડીટર આંખઆડા કાન કરી રહ્યા તેવું જોવા મળેલ છે. અન્ય થડે પાર્ટી રીકુ ભાટીયા ઉપર પણ અમારી શંકા છે. કેમકે તા. ૩/૨/૨૦૨૪ ના રોજ થયેલ થડે પાર્ટી ઓડીટમા સ્ટો કમેળ અને ગણતરી મળી ગયેલ હતી તેવો રીપોર્ટ રીંકુ ભાટીયા દ્રારા આપવામા આવેલ હતો હિરલ કનોજીયા દ્રારા તા.૨૦ /૯/૨૦૨૩ તથા તા.૨૮/૧૨/૨૦૨૨ ના રોજ થયેલ ઓડીટ મા સ્ટોકમેળ અને ગણતરી મળી ગયેલ હતી તેવો રીપોર્ટ આપવામાં આવેલ હતો સ્ટોક ના મેનેજર ધવલ સોની એ સ્વીકારેલું કે છેલ્લા દોઢબે વર્ષથી આ સમગ્ર ઉચાપત સ્ટોરમા તે ની તથા મેનેજર હરીલાલ ભટી તથા ની મીઠી નજર હેઠળ ચાલે છે, પણ ઉચપત્ની રકમ ભરપાઈ ન કરતા આખરે ફરિયાદ નોંધાઇ છે.

ગ્રાહકે ભાંડો ફોડ્યો

માલિકોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે  થોડા સમય પહેલા અમારી પાસે અમારા શોરૂમે દિપકભાઈ પરમાર નામના ગ્રાહક આવેલ હતા અને તેને અમ ને કહેલ કે મે થોડા સમય પહેલા હુ અહીંથી સોનાનો ચેઇન તથા બ્રેસલેટ લઇ ગયેલ હતો અને તેના રોકડા રૂ. ૩,૩૦૦ ૦૦/- મેનેજર હરીલાલ ભટી ને આપેલ હતા અને ત્યારબાદ તેને કાંઇક ઓડીટ આવતુ હતુ ત્યારે હરીલાલ ભટી એ મારી પાસેથી મે શોરૂમે થી લીધેલ સોનાના દાગીના મંગાવેલ હતા જેથી હું શો રૂમે પરત આપી ગયેલ હતો અને મને કહેલ કે થોડા દિવસ મા તમને આ દાગીના પરત આપી દેશુ તેમ કહેલ હતુ પરંતુ મને આજદીન સુધી દાગીના પરત આપેલ નથી.