ભણે ગુજરાત સહિત અનેકવિધ શિક્ષણલક્ષી પ્રોજકેટો અમલી બનાવી સરકાર શિક્ષણનું સ્તર વધારામાં ગમે એટલા લખલૂટ પ્રયાસો કરે તો પણ શિક્ષણ સુધરવાનું નથી. હકીકતમાં શિક્ષણથી ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ચાણક્યની જાણીતી ઉક્તિ અહીં યથાર્થ રીતે લાગુ પડે છે. જેમાં શિક્ષક કભી સાધારણ નહિ હોતા... આ ઉક્તિ મુજબ શિક્ષકો ચાહે તો શિક્ષણમાં ધાર્યું પરિણામ લાવી શકાય છે. આ બાબતને મોરબીમાં એક જમાનામાં નિષ્ઠાવાન પ્રિન્સિપાલ અને કુશળ શિક્ષકોની મસમોટી ટીમે ચરિતાર્થ કરી બતાવી હતી. આ બધાએ સાથે મળીને 85ની સાલ પછીના સમયગાળામાં આ અર્ધ સરકારી હાઈસ્કૂલમાં કડક સજા સાથે શિસ્તપ્રિય શિક્ષણ અને સર્વાગી વિકાસ માટે જીવન સમર્પિત કરી દેતા આ હાઈસ્કૂલમાં એડમિશન મેળવવું વિદ્યાર્થીઓ અને વાલો માટે સૌભાગશાળી ગણાતું હતું.
મોરબીના સામાકાંઠાના ઘણા બધા આર્થિક રીતે પછાત વિસ્તારોના શ્રમજીવીઓના બાળકો પ્રાથમિક શિક્ષણ પછી હાઇસ્કુલ દૂર હોય કે આર્થિક કારણોસર આગળ ભણી શકતા ન હોવાથી સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટે ધો.8થી 10ની તા.4/2/1985ના રોજ તમામ સરકારી ધારા ધોરણથી એટલે અર્ધ સરકારી એન.જી. મહેતા હાઈસ્કૂલ ભડિયાદ રોડ પર નઝરબાગ રેલવે સ્ટેશનની આગળ શરૂ કરી પ્રથમ ટીચર અને આ સ્કૂલના સર્વેસવા તરીકે એકમાત્ર વિધાબેન સોલકીની નિમણૂક કર્યા બાદ 1987 માં બગથળાના પ્રિન્સિપાલ ટી.એમ.પંડ્યાની કાયમી પ્રથમ પ્રિન્સિપાલ તરીકે નિમણૂક અને તરત જ ટૂંકાગાળામાં એક પછી એક એમ વીણાબેન એમ. ચૌહાણ અવચરભાઈ ઓ. બરાસરા, હેમશંકર રાવલ, કિશોરચંદ્ર પી. દવે, મનસુખલાલ જે. સાવસેટા, જીવણભાઈ એસ. ડાંગર, હર્ષદભાઈ ચૌહાણ, જયાબેન કલસરિયા, રમીલાબેન ગરાસિયા, વક્રીમસિંહ જાડેજા સહિતના તમામ વિષયોના શિક્ષકો આવી જતા શરૂઆતથી એકદમ કડક અનુશાસન અને ભાર વગરનું ભણતરની જેમ વિદ્યાર્થીઓ સરળતાથી શિક્ષણ ગ્રહણ કરી શકે તેવું સર્વોત્તમ શિક્ષણ સાથે રમતગમત, સારા નાગરિક બનવા માટે ગુણવત્તા લક્ષી પ્રવૃત્તિઓ કરતા હોય 88ની સાલ પછી તો આ સ્કૂલની સમગ્ર શહેરમાં નંબરવનની ગણના થઈ ગઈ હતી. આથી 88ની સાલથી 1998 સુધી આ સ્કૂલમાં એડમિશન લેવા પડાપડી થતી અને માત્ર 300ની સંખ્યાની ક્ષમતા હોવા છતાં શહેરભરમાંથી આશરે 500 જેટલા વિદ્યાર્થીઓનો ધસારો થતા ધો.8, 9મા ત્રણ વર્ગો અને 10ના બે વર્ગ વધારવા પડ્યા હતા.પણ આ આખી જૂની ટીમ 2012ની આસપાસ એક પછી એક નિવૃત્ત થતા અને 8
હાઈસ્કૂલમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થતી
એન.જી.મહેતા સ્કૂલમાં સૌથી પહેલા શિક્ષકો, પ્રિન્સિપાલ, સમગ્ર વિદ્યાર્થીઓ ગણ સાથે સમૂહ પ્રાર્થના ગાન
પ્રાર્થના બાદ જે તે વર્ગના ક્રમ અનુસાર 10 વિદ્યાર્થીઓને મોઢે સુવિચારો બોલવા અને તેનો સરળતાથી અર્થ સમજાવવો,
12-30થી 5-30 સુધી દરરોજ અડધી કલાકના આઠ પિરિયડ, એમાં એક પિરિયડ રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓ માટે ફાળવતા
દર અઠવાડિયામાં એકવાર 25 માર્ક્સની પરીક્ષા, છ માસિક, સત્રાંત પરીક્ષા અને છેલ્લે વાર્ષિક પરીક્ષા
દર શનિવારે યોગા પ્રાણાયમ સહિતનો વ્યાયામ , વૃક્ષારોપણ, સફાઈ
જુદી જુદી વસ્તુઓ રિસેસમાં વિદ્યાર્થીઓને ખાવા માટે ભંડોળ ચાલુ કર્યું
વિષય જગતમાં અઠવાડિયામાં બે દિવસ દરેક વિષયનું માર્ગદર્શન, વિજ્ઞાનના લેખો, પ્રયોગો, ગણિતના અઘરા કોયડા અને એનો ઉકેલ, સાહિત્યમાં પાઠ, કાવ્યનું જાતે પઠન, ધુન, ભજન
રમત માટે રેતી સાથે જોરદાર મેદાન સ્કૂલ બહાર બનાવી દર અઠવાડિયે એકવાર ફરજિયાત તમામ વિદ્યાર્થીઓને લાંબી કુદ, ઉંચી કુદ,ગોળ ફેક, ભાલા ફેક, બરછી ફેક, 100થી વધુ મીટરની દોડ સહિત તમામ રમતો રમવી
વર્ષમાં એકવાર પ્રવાસ પર્યટન અને યાત્રાધામોની કરાવાતી સહેલગાહ, વનભોજન તેમજ સારા વિષયો પર કવિઝનું આયોજન
વિદ્યાર્થીઓ વિદાય વખતે રડી પડતા હોય અમે પણ ભાવુક થઈ જતા
નિવૃત પ્રિન્સિપાલ ત્રબંકભાઈ પંડ્યા કહે છે કે તે સમયે મોરબી શહેર 1માં એ સમયે સૌથી મોટી વીસી હાઇસ્કુલ, દોશી હાઇસ્કુલ, બોઇઝ, ગર્લ્સ સ્કૂલ તેમજ ધીરેધીરે અમુક ખાનગી સ્કૂલો આવી જવા છતાં આ એન.જી.મહેતા સ્કૂલની પ્રતિષ્ઠિત તરીકેની છાપથી ગજા બહારના 300થી 500 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું સૌભાગ્ય મળ્યું હતું. એ વખતે કોમ્યુટર સહિતની આધુનિક ટેકનોલોજી વગર પુસ્તકથી વાંચીને નહિ પણ શિક્ષક પોતે ઘરેથી આગોતરી તૈયારી કરીને આવી ગણિત , વિજ્ઞાન ઉપરાંત સંસ્કૃતના શ્લોક પણ મોઢે બોલી તેનો અર્થ સમજાવીને બહેતર શિક્ષણ આપ્યું એની અમારી આ આખી ટીમને જીવનભર બેહદ ખુશી રહેશે. જો કે 10 સુધીનું જ શિક્ષણ હોય આગળ ભણવા બીજી સ્કૂલના જવાનું હોવાથી બોર્ડની પરીક્ષા આવે તે પહેલાં દર વર્ષે 10ના વિદ્યાર્થીઓનો અવિસ્મરણીય વિદાય સમારોહ યોજાતો. ઘણા વિદ્યાર્થીઓ સાથે એના શિક્ષણના હિતમાં કડક અનુશાસન કર્યું હોવા છતાં 15-16 વર્ષની ઉંમરે સારી સમજણ ધરાવતા વિદ્યાર્થીઓ, વિધાર્થીનીઓ શિક્ષિકાઓ અને શિક્ષકો સમક્ષ રડી પડતા હોવાથી અમે બધા પણ ભાવુક બની જતા હતા.
છીંક કે બગાસું ખાવ તો પણ 10 ઉઠબેસની સજા
એક ભૂતપૂર્વ વિદ્યાર્થી કહે છે કે, સરેરાશ કુદરતી ક્રિયા મુજબ આપણે સહુ કોઈ છીંક કે બગાસું રોકી શકતા નથી. પણ આ સ્કૂલમાં તે વખતે કડક શિસ્તપ્રિય શિક્ષક વિક્રમસિંહ જાડેજા આવ્યા ત્યારે તેમણે તેમના અભ્યાસ દરમિયાન કોઈ વિદ્યાર્થીઓ છીંક કે બગાસું ખાઈ તો એને કલાસરૂમમાં બધાની વચ્ચે 10 ઉઠબેસ કરવાનો એવો નિર્ણય લાગુ કર્યો જેની પાછળ આ શિક્ષક પોતે ચોપડી વગર પોતાના જ્ઞાનથી વિદ્યાર્થીઓને ભણાવતા હોય કદાચ એમાં બગાસું આવવું એ બોરીગ હોવાનું માનીને વિદ્યાર્થીઓ કફત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે ભવિષ્ય આ જ્ઞાન તેમના મગજમાં કાયમ રહે તેવી તેમનો શુભ ઉદેશ્ય હતો.
એકડે એકથી પદ્ધતિસરનું શિક્ષણ આપવું પડતું
નિવૃત શિક્ષક વિદ્યાબેન સોલકી કહે છે કે, સ્કૂલમાં અંગ્રેજી, ગુજરાતી અને સમાજ વિષયનું જ્ઞાન આપતા હોય પણ તે વખતે ત્યાંની પ્રાંથમીક શાળાઓમાંથી આવતા વિદ્યાર્થીઓમાં પાયાનું શિક્ષણ ન હોવાથી તેઓ એકડે એકથી એટલે સ્પેલીગ, કક્કો, બારખડી સહિત પાયાનું શિક્ષણ તેમજ જે તે ધોરણનું પણ પદ્ધતિસરનું શિક્ષણ આપતા હતા. તે વખતે શિક્ષકોએ કોઈ વિદ્યાર્થીઓને પનીશમેન્ટ કરી હોય તો પણ ત્યારે કોઈપણ વાલીઓ અમારી પાસે મારા દીકરાને કેમ માર્યો તેવી ફરિયાદ લઈને આવતા જ નહીં. કદાચ વિદ્યાર્થીઓ ફરિયાદ કરી હોય તો પણ ઉલટાના માતાપિતા એને ઠમઠોરે તેમજ ખીજાય પણ એવી અમારી શાળાના બહેતર શિક્ષણની વાલીઓમાં શાખ હતી.