Saturday - May 16, 2026

મોરબીમાં ગંગા સ્વરૂપ બહેનો 11 વ્હાલસોયી પુત્રીઓનું સંસારની કેડીએ પ્રયાણ

મોરબીમાં ગંગા સ્વરૂપ બહેનો 11 વ્હાલસોયી પુત્રીઓનું સંસારની કેડીએ પ્રયાણ

સંસ્થા આયોજીત સમૂહલગ્નમાં દીકરીઓને એક ગીતાજીનુ પુસ્તક અને ચાંદીની પ્રતિકૃતિ આપીને સંસારજીવનને સ્વર્ગ બનાવવાના આશીર્વચન કપય


મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ તથા ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને પી. જી. પટેલ કોલેજ મોરબીના સંયુક્ત ઉપક્રમેં સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ગંગા સ્વરૂપ બહેનોની 11 વ્હાલસોયી પુત્રીઓના ઠાઠમાંઠથી લગ્ન કરવાના શમણાં સાકાર કરવા ભવ્ય દશમો સમૂહ લગ્નોત્સવ રણછોડનગર સોસાયટી કષ્ટભંજન હનુમાનજી સાંઈ મંદિર નવલખી રોડ મોરબી ખાતે યોજાયો હતો. જેમાં લગ્નગ્રંથિથી જોડાઈ માતાઓ, સંતો, આગેવાનો અને દાતાઓના આશીર્વાદ મેળવી સંસાર જીવનની કેડીએ પ્રયાણ કર્યું હતું.

સમૂહ લગ્નોત્સવ ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા કારોબારી સમિતિના સભ્યો ચંદ્રકાંતભાઈ દફતરી, ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા બાલુભાઈ કડીવાર રણછોડભાઈ કૈલા તેમજ મહંત બાબુભાઈના માર્ગદર્શન હેઠળ સામાન્ય પરિવારની આર્થિક સ્થિતિ જેમની નબળી હોય તેવી દીકરીઓના લગ્ન કરી સમાજના દાતાઓની આર્થિક સહાયથી આશરે 80 થી 90 ઘરવખરીની વસ્તુઓ કન્યાદાન સ્વરૂપે ભેટમાં આપવામાં આવી હતી. આ તકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના શિષ્યા અને કથાકાર રતનદેવીએ પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીઓને આશીર્વાદ આપ્યા અને કહ્યું હતું કે દીકરીઓ બંને ઘરની લક્ષ્મી છે અને દીકરા કુળદિપક છે શારદાબેન આદ્રોજાએ દરેક દીકરીઓને એક દાતાઓએ ગીતાજીનુ પુસ્તક અને ચાંદીની પ્રતિકૃતિ આપી બંને ઘરનો તુલસી ક્યારો છે પિતાની પરી અને સસરાના ઘરની લક્ષ્મી છે દરેક દીકરીઓને એક દાતાએ ગીતાજીનુ પુસ્તક અને ચાંદીની પ્રતિકૃતિ આપી સનાતની ભાવના અને સંસ્કૃતિનુ સિંચન કર્યું હતું.