મોરબીના સિદ્ધિ વિનાયક કા રાજા નામના ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આયોજક અરવિદભાઈ બારૈયાએ કહ્યું હતું કે, સિદ્ધિ વિનાયક કા રાજા સમિતિ દ્વારા 15 વર્ષ પહેલાં નાના એવા પંડાલથી ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેથી ગણેશ મહોત્સવની શરૂઆત થયા બાદ ધીરેધીરે ભક્તિભાવ વધતા અને લોકોનો પ્રતિસાદ ખૂબ મળતા આજે ગણપતિ દાદાની વિરાટ પ્રતિમા સામે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દદરોજ બાપાને મોદકનો પ્રસાદ ધરી પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાય છે . ગણેશજીની ભક્તિ સાથે વિશેષ આકર્ષણ અને બાળકો માટે મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને દુંદાળા દેવની આરાધના કરે છે.