હળવદ : હળવદ પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં માથક તેમજ ચુપણી ગામની સીમમાં બાતમીને આધારે દરોડા પાડી 13 જુગારીઓને તીનપતિ રમતા ઝડપી લઈ લાખો રૂપિયાની રોકડ રકમ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં પોલીસે ચુપણી ગામની કાળા ખડા નામે ઓળખાતી સીમમાં દરોડો પાડી આરોપી વિરમભાઇ જાદવજીભાઇ સારદીયા, રમેશભાઇ જશાભાઇ પાટડીયા, પરસોતમભાઇ મગનભાઇ મકવાણા, હિરાભાઇ દેવશીભાઇ કારેલીયા અને શામજીભાઇ ગોરધનભાઇ સીતાપરાને રોકડા રૂપિયા 32,200 સાથે જાહેરમાં તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં પોલીસે માથક ગામની ગુંદાવાળી સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ચંદુભાઇ માવજીભાઇ પરમાર, નાગજીભાઇ બલાભાઇ સરૈયા, મુકેશભાઇ માધાભાઇ સારીયા, મહેશભાઇ વાઘજીભાઇ પરમાર, મુજ્જફર ઇસુભાઇ મુલતાની, રાજેશભાઇ વેલજીભાઇ પાટડીયા, મુમાભાઇ મશરૂભાઇ સરૈયા અને અક્ષયભાઇ મુન્નાભાઇ નંદેસરીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રૂ.1,33,800 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.