Wednesday - Aug 19, 2026

મોરબીના બે સીરામીક કારખાનામાંથી રૂ. 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

મોરબીના બે સીરામીક કારખાનામાંથી રૂ. 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

જીએસટી વિભાગના સર્ચ ઓપરેશનમાં બન્ને સીરામીક કારખાના દ્વારા બિલ વગર પ્રોડક્ટ વેચી જીએસટીની ચોરી કરાતું હોવાનું બહાર આવ્યું


મોરબી : માર્ચ મહિનો નજીક આવતા જ જીએસટી વિભાગ ટાર્ગેટ પૂરો કરવા એક્શન મોડ ઉપર આવ્યો છે. આથી જીએસટી વિભાગની સીધી જ મોરબીની અમુક સીરામીક ફેકટરીઓ સોફ્ટ ટાર્ગેટ બની છે. ડીજીજીઆઈ રાજકોટ દ્વારા મોરબીના બે સિરામિક ગ્રુપ પર દરોડા પાડી અંદાજે 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ડીજીજીઆઈ રાજકોટ રિજનલ ઝોનલ કચેરી દ્વારા મોરબીમા કરચોરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે જેમાં સનફેમ અને સનકયુરો સિરામિક ગ્રુપ દ્વારા બિલ વગર મોટા પ્રમાણમાં કરચોરી કરવામાં આવતી હોવાની શંકાએ દરોડાની કાર્યવાહી કરી ફેકટરી, રહેણાંક અને ટ્રેડર્સને ત્યાં તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જ 5.50 કરોડની કરચોરી સામે આવી હતી.ડીજીજીઆઈ દ્વારા બન્ને ગ્રુપને ત્યાંથી લેપટોપ, પેનડ્રાઇવ સહિતનું હિસાબી સાહિત્ય પણ કબ્જે લઈ ઘનિષ્ઠ તપાસ જારી રાખવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.