Monday - Jul 06, 2026

મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરો અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં ચાર ઘાયલ

મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરો અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં ચાર ઘાયલ

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા કણસાગરિયા દેવિપુજક પરીવાર રીક્ષામાં જઈ રહ્યો હતો. તે દરમિયાન ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે સીએનજી રિક્ષા અને બોલેરો સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોને ઈજા પહોંચી હોય 108 ટંકારા દ્વારા મોરબી વધુ સારવાર અર્થે ખસેડાયા છે.

મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરો અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં ચાર ઘાયલ

પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા કણસાગરિયા પરિવારના લીલાબેન કિશોરભાઈ અને એમનો પુત્ર અમર કિશોરભાઈ તથા તેમની પુત્રવધુ શોભનાબેન અમરભાઈ અને તેમનો પૌત્ર રાજ અમરભાઈ સીએનજી રીક્ષા નંબર GJ- 03– bx– 9500 માં બેસીને મોરબી થી રાજકોટ તરફ જતા હતા, ત્યારે ટંકારા થી થોડે દૂર ખજૂરા હોટલ પાસે બોલેરો નંબર GJ- 36– V– 6165 સાથે ધડાકાભેર રીક્ષા ભટકાતા એક્સિડન્ટ થયું હતું.

આ અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરાતા પાયલોટ યુવરાજસિંહ અને ઈટીએમ રૂબિયાબેન ખુરેશી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ચારેય લોકોને પ્રથમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા લાવી પ્રાથમિક સારવાર આપી હતી, ત્યાં હાજર ડોક્ટર ભાસ્કર વિરસોડીયાને વધુ સારવારની જરૂર લાગતા તેઓએ ચારેય ઇજાગ્રસ્તોને મોરબી રિફર કર્યા હતા, આ અકસ્માતની ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.