Monday - Jul 06, 2026

સાસંદ વિનોદભાઈ ચાવડાને કીધું કે.. બસ હવે અમને મોદીને મળવું છે...

સાસંદ વિનોદભાઈ ચાવડાને કીધું કે..
બસ હવે અમને મોદીને મળવું છે...

આ શબ્દો હતા ભુજની વિરાંગનાઓના..
18 ડિસેમ્બર 2024ના રોજ રવિ બરાસરા (RB NEWS) સાથે કચ્છમાં પ્રવાસ થયો. ત્યારે 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં માધાપરની જે મહિલાઓએ રાતોરાત ભુજ એરફોર્સનો રનવે તૈયાર કર્યો હતો. તે મહિલાઓ સાથે મુલાકાત કરી અને રવિભાઈના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની પાસેથી ઘણું બઘું જાણવા મળ્યું. આ મહિલાઓના સન્માનમાં માધાપરના મુખ્ય દ્વાર પર વિરાંગના સ્મારક બનાવામાં આવ્યું છે. 
 

સાસંદ વિનોદભાઈ ચાવડાને કીધું કે..
બસ હવે અમને મોદીને મળવું છે...

રવિભાઈ સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન  ભુજની વિરાંગના કાનબાઇએ કહ્યું હતું કે, અમે વિનોદભાઇ ચાવડાને કહ્યું છે કે, બસ અમને મોદીને મળવું છે.

ત્યારે ગઈકાલે તારીખ 26ના રોજ ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન આ ભુજની વિરાંગનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો અવસર પ્રાપ્ત થયો હતો. અને તમામ વિરાંગનાઓએ વડાપ્રધાનના ઓવારણાં લીધા હતા.