Saturday - Jul 18, 2026

મોરબી નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં આવેલ સરકારી સ્કૂલની સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુનિલભાઇ દેવસીભાઇ સુરેલા રહે. ત્રાજપર ખારી, કરણભાઇ નથુભાઇ સાલાણી, રહે.વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ, મોરબી, સુનીલભાઇ ગોરધનભાઇ સુરેલા, રહે. ત્રાજપર ખારી અને અજયભાઇ નથુભાઇ સાલાણી, રહે. ઇન્દિરાનગર,મોરબી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 12,500 કબ્જે કરી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.