Monday - Jul 06, 2026

મોરબીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે પીપળી ગામની સીમમાં મનીષકાંટા સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઇમરાન વલીમામદ કટારીયા અને અલ્તાફ હુસેનભાઈ જીંગિયા રહે.બન્ને વીસીપરા વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2100 કબજે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં સાપર ગામની સીમમાં અલ્ફાંસો સિરામિક પાછળ જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી રફીક મહમદભાઈ માણેક અને ગણેશ પ્રવીણભાઈ ઈન્દરિયા રહે.બન્ને વીસીપરા મોરબી વાળાને રોકડા રૂપિયા 3000 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી