Sunday - May 03, 2026

મોરબીના આમરણ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના આમરણ ગામે  જુગાર રમતા ચાર ઝડપાયા

 મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે આમરણ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દાવલશાવાસ પાછળ વોકળાના કાંઠે દરોડો પાડી આરોપી ઈમ્તિયાઝભાઇ જુનેશભાઇ તૈલી રહે. આમરણ, વલમજીભાઇ ભગવાનજીભાઇ અંબાણી, બાબુલાલ વાઘજીભાઇ શેરશીયા તેમજ રમેશકુમાર કેશવદાસ ચૌહાણ રહે. રહે. તમામ નવા આમરણ, ડાયમંડ નગર, તા.જી.મોરબીવાળાને તીનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 12,310 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.