મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ત્રાજપર ખારી વિસ્તારમાં બાલમંદિર નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રવજીભાઇ બાબુભાઇ મકવાણા, સંજયભાઇ ધનજીભાઇ ગણેશિયા, વિહરભાઇ મગનભાઇ હમીરપરા અને સાગરભાઇ મગનભાઇ બોરાણીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.