Monday - Apr 27, 2026

મોરબીમાં ધારાસભ્ય અમૃતિયાની રજુઆતથી ચાર સુવિધાપથની ભેટ મળી

મોરબીમાં ધારાસભ્ય અમૃતિયાની રજુઆતથી ચાર સુવિધાપથની ભેટ મળી

મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાં, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતથી ચાર સુવિધાપથની ભેટ મળી છે  જેમાં મોરબી માળીયા તાલુકામાં વિકાસની ગતિ સતત અવિરત ચાલુ છે. ત્યારે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતના અનુસંધાનમા બેલા-શનાળા (ત.) રોડ, નાના ભેલા-તરઘરી રોડ, સ્ટેટ હાઈવેથી નાના દહીંસરા રોડ, સરવડ-દેરાળા રોડ મળીને કુલ 5.00 કિ.મિ. ના રસ્તાઓ અંદાજે ₹ 1.80 કરોડના ખર્ચે સુવિધાપથ યોજના હેઠળ જોબ નંબર આપવામાં આવેલ છે. લાભાન્વીત ગ્રામજનોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.