મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડના બકાલા વિભાગની છત પર જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી આરોપી 1. હરીશચંદ્ર મનીરામ શર્મા, રહે-માર્કેટીંગ યાર્ડ, મુળ રહે-નિયોલી કાસગંજ ઉત્તર પ્રદેશ, 2. દીવાકર રામબહાદુર મોરે, રહે-માર્કેટીંગ યાર્ડ, મુળ રહે-હુસેનપુર કાસગંજ ઉત્તર પ્રદેશ,3. શનીભાઇ લાલકાપ્રસાદ સાહુ, રહે. માર્કેટીંગ યાર્ડ મોરબી મુળ રહે. હુશેનપુર કાસગંજ ઉત્તર પ્રદેશ અને 4. મનિષભાઇ ચતુરભાઇ દંતેસરીયા, રહે. વીશીપરા મોરબી વાળાને રોકડા રૂપિયા 6800 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.