મોરબી :, મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આરોપી સંતોષ રાજુભાઇ કોળીના રહેણાંક મકાનમાં દોરોડો પાડતા રહેણાંકમાંથી વિદેશી દારૂની નાની મોટી 33 બોટલ તેમજ 18 લીટર દેશી દારૂ મળી કુલ રૂપિયા 12,150નો જથ્થો મળી આવ્યો હતો. જો કે આરોપી સંતોષ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.