મોરબીના ઇતિહાસમાં અને કદાચ ગુજરાતમાં પ્રથમ વખત હાથીની અંબાડી ઉપર ડો.બાબા સાહેબ આંબેડકર લિખિત સંવિધાન મૂકીને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢી ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયતિની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયતિની ઉજવણી કરવામાં સમગ્ર અનુસૂચિત જાતિ સમુદાયમાં અનેરો ઉમંગ જોવા મળ્યો હતો.
મોરબીમાં પ્રથમ વખત ઐતિહાસિક રીતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કદાચ ગુજરાતમાં પ્રથમ વખત હાથીની અંબાડી ઉપર ડો.બાબા સાહેબ આંબેડકર લિખિત બંધારણના સન્માનજનક રીતે રાખવામાં આવ્યું હતું અને હાથીની અંબાડી ઉપર ડો.બાબા સાહેબ આંબેડકર લિખિત બંધારણ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના સ્ટેશન રોડ ઉપર સમાજની વાડી ખાતેથી આ શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી.જેમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ભવ્ય શોભાયાત્રા દરમ્યાન શહેરના મુખ્ય માર્ગો ઉપર એકબીજા ઉપર અબીલ ગુલાલની છોડો ઉડાડી તેમજ ડીજેના તાલે નાચી ગાઈને ડો. બાબા સાહેબ આંબેડકરનો જન્મોત્સવ મનાવ્યો હતો. આ શોભાયાત્રા મુખ્ય માર્ગો ઉપર ફરી મોરબી મહાનગરપાલિકાએ પહોંચી ત્યાં આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ રાત્રે સામાકાંઠે સોઓરડી મેઈન રોડ ઉપર આવેલી ભઠ્ઠાવાળી લાઈનમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયતિના અવસરે ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.