મોરબી નજીક આવેલું અને નાનું એવું કાંતિપૂર ગામ શહેરની જેમ ખૂબ જ વિકસ્યું છે. જો કે હજુ આ ગામમાં પ્રદુષણ પહોંચ્યું ન હોય ગામની હરિભરી ખેતીથી ગામનું શુદ્ધ વાતાવરણ જળવાઈ રહ્યું છે. ગામમાં બધી જ સુવિધાઓ અને ખાસ કરીને ગામની અંદરના રસ્તાઓ એકદમ ટનાટન છે. પણ આ ગામને બીજા અન્ય ગામોને જોડતા માર્ગો એકદમ સારા નથી. આ ગામોને જોડતા રસ્તા ખખડધજ હોવાથી ગામલોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
મોરબીના કાંતિપૂર ગામના લોકોના જણાવ્યા મુજબ આશરે 110 વર્ષ પહેલાં રચાયેલા કાંતિપૂર ગામનું નામ જે તે સમયે ક્લોલા પરિવારે ગામનું તોરણ બાંધ્યું હોય એ પરિવારની અટક ઉપરથી આ ગામનું નામ કાંતિપુર પડ્યું છે. 700ની આસપાસ વસ્તી ધરાવતા આ ગામનો મુખ્ય ખેતી જ વ્યવસાય છે.ગામના મોટાભાગના લોકો ભણેલા હોય અને હાલ ગમની સ્કૂલમાં 15 બાળકોના શિક્ષણ માટે બે શિક્ષકો ફરજ બજાવે છે. ગામની અંદર લાઈટ, પાણી અંદરના રરતા એકદમ પાકા અને મજબૂત તેમજ ગટર, સફાઈ સહિતની તમામ સુવિધાઓ છે. પણ આ ગામને અન્ય ગામ જવું હોય તો એ ગામને જોડતા રસ્તા સારા નથી. જેમ કે, કાંતિપુરથી બિલિયા ગામેનો માર્ગ, કાંતિપૂરથી મોડપર, કાંતિપૂરથી હજનાળી, કાંતિપુરથી માણેકવાડા, કાંતિપુરથી બગથળા જવું હોય તો યોગ્ય માર્ગ નથી. આ બધા ગામોને જોડતા પાકા માર્ગો જ ન હોવાથી ગામલોકોને હાલાકી પડતી હોય આ અંગે દોઢ વર્ષ અગાઉ રજુઆત કરી હોય પણ તંત્રએ કાને ધરી નથી. બે મહિના અગાઉ ગામમાં પાણી ફોર્સ આવતું ન હોવાની સમસ્યા હોય પણ તે વખતે બરવાળા ગામથી મોટી પાઇપલાઇન નાખી દેતા હવે ગામલોકોને પાણીનું સૌથી મોટું સુખ છે.