Thursday - Jul 02, 2026

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝબ્બે

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના કાયાજી પ્લોટમાં શેરીમાં જાહેરમાં બેસી તીનપતિનો જુગાર રમી રહેલ આરોપી સુમિત ભીખાભાઇ મેવાડા રહે.રાવળ શેરી, અર્જુન રમેશભાઈ ગોહિલ રહે.ગાયત્રીનગર, જયદેવ સહદેવભાઈ સોલંકી રહે.દલવાડી સર્કલ, પ્રધાનમંત્રી આવાસ, તોફિક યુસુફભાઈ કાસમાણી રહે.કાલિકા પ્લોટ અને દશરથ ચંદુભાઈ કુડેચા રહે.શ્યામ પાર્ક, પંચાસર રોડ મોરબી વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3150 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.