શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં મંદિર નજીક બનેલી ઘટના
મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડમાં સોમનાથ મહાદેવ મંદિર પાસે જૂની અદાવતમાં પાંચ શખ્સોએ આવી બે યુવાનો પર હીંચકારો હુમલો કરી બન્નેને ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા ફરિયાદી શક્તિસિંહ દિલીપસિંહ ઝાલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અજયસિંહ વિજયસિંહ જાડેજા રહે.સરવડ, હાલ મોરબી, પાર્થરાજસિંહ ભગિરથસિંહ ગોહિલ રહે.ત્રણ માળીયા હાઉસિંગ બોર્ડ, કૃષ્ણરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે.ભીમકટા હાલ રહે.રાધેકૃષ્ણ સ્કૂલ પાસે મોરબી, રવિ ઉર્ફે છપરી બહાદુરસિંહ ઝાલા રહે.રાધા કૃષ્ણ સ્કૂલ પાસે મોરબી અને ઉર્વરાજસિંહ ઉર્ફે ઉર્વીશ રહે.હાઉસિંગ બોર્ડ ત્રણ માળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.29ના રોજ સાંજના સમયે આરોપીઓએ જૂની અદાવતનો ખાર રાખી એક્ટિવા પર આવી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપી સાહેદ નૈમિશને ધારીયા વડે ઇજા પહોંચાડી બન્નેને મૂંઢ માર માર્યો હતો. આ ઘટના અંગે પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.