મોરબી : વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા લઘુ વિભાગ દ્વારા જાગૃતતા રેલી યોજવામાં આવી હતી. આ રેલીનો પ્રારંભ મોરબી ટ્રાફિક પી.એસ.આઈ. ડી.બી.ઠક્કરના હસ્તે કરવામાં આવ્યો હતો. આ રેલી નવા બસ સ્ટેશનથી મહાનગરપાલિકા સુધી યોજવામાં આવી હતી. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા અને એઇડ્સથી કેવી રીતે બચી શકાય તે અંગે સાવચેત રહેવા વિશેષ તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.