વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રાજાવડલા રોડ ઉપર આવેલ બ્રહ્મસમાજ સોસાયટી પાછળ રેલવે ગરનાળાની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી મુકેશભાઈ ભોગીલાલ શાહ, રફીકભાઇ અબુભાઇ કાફી, પ્રવિણભાઈ મૂળજીભાઈ ગેડીયા, જયેશભાઇ ઉર્ફે ભુરાભાઈ હરગોવીંદભાઈ મજેઠીયા અને મહમદભાઈ કરીમભાઈ લાખાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,700 કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.