મોરબી મહાનગરપાલિકા દ્વારા ઈ નિમંત્રણ પાઠવવામાં આવ્યું.
મોરબી :- મોરબી મહાનગરપાલિકા આયોજિત સીટી ઓલમ્પિકમાં આજે ફાઇનલ મેચ રમાશે આ ફાઇનલ મેચ નિહાળવા માટે મહાનગરપાલિકા દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે. મોરબી મહાનગર પાલિકા દ્વારા સીટી ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, અને 100/200 મીટર દોડ ને વોલીબોલ સ્પર્ધા રાખવામાં આવી હતી,
આ ફાઇનલ મેચમાં આજે સાંસદ થી લઈને ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમાં સાંસદ પરસોતમ રૂપાલા, વિનોદ ચાવડા, કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજી દેથરીયા અને અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગરપાલિકા કમિશ્નર સ્વપ્નિલ ખરે સહીત મહાનુભાવો અને શહેરી જનો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ આજે સાંજે 5:45 વાગ્યે કેશરબાગ ખાતે શરુ થશે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તમામ શહેરી જનોને નાયબ કમિશ્નર સંજય સોની તથા કુલદીપસિંહ વાળા દ્વારા ઈ નિમંત્રણ આપવામાં આવ્યું છે.