Thursday - Jul 02, 2026

મોરબોના રાજપર નજીક કારખાનામાં ભીષણ આગ : શ્રમિકોનો બચાવ

મોરબોના રાજપર નજીક કારખાનામાં ભીષણ આગ : શ્રમિકોનો બચાવ

પ્લાસ્ટિકના કારખાનામાં આગને કારણે કરોડોના નુકશાનનો અંદાજ

મોરબી : મોરબીના રાજપર ગામની સીમમાં, રાજપર-ચાચાપર રોડ પર આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં ફેક્ટરીનો આખો શેડ બળીને ધરાશાયી થઈ ગયો હતો અને અંદાજિત ૫૦ લાખ રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનો અંદાજ છે. કુલ રૂ.૩ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું ફેકટરી માલિક જણાવી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ  થઈ નથી.

રાજપર-ચાચાપર રોડ પર 'ઉન્નતિ પ્લાસ્ટો' નામની ફેક્ટરી આવેલી છે, જ્યાં વેસ્ટમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ કરવામાં આવે છે. આજે વહેલી સવારે અંદાજિત ૫:૩૦ વાગ્યાની આસપાસ ફેક્ટરીના શેડ ઉપર લગાવેલા સોલાર પેનલમાં કોઈ કારણસર આગ લાગી હતી. આ આગ ઝડપથી નીચે પ્રસરી હતી અને નીચે રહેલા પ્લાસ્ટિકના જથ્થાએ આગ પકડી લેતા જોતજોતામાં આખા શેડમાં આગ ફેલાઈ ગઈ હતી.

મોરબોના રાજપર નજીક કારખાનામાં ભીષણ આગ : શ્રમિકોનો બચાવ
મોરબોના રાજપર નજીક કારખાનામાં ભીષણ આગ : શ્રમિકોનો બચાવ
મોરબોના રાજપર નજીક કારખાનામાં ભીષણ આગ : શ્રમિકોનો બચાવ

નુકસાનીનો અંદાજ:

ફેક્ટરી માલિક ચંદુભાઈ રાજકોટિયાના જણાવ્યા મુજબ, આગ એટલી વિકરાળ હતી કે આખો શેડ બળીને નીચે પડ્યો હતો. ફેક્ટરીમાં રહેલો અંદાજે ૨૫૦ થી ૩૦૦ ટન જેટલો પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ મટીરીયલનો જથ્થો બળી ગયો છે. કુલ રૂ.૩ કરોડથી વધુનું નુકસાન થયું છે.

આગ લાગી ત્યારે ફેક્ટરીથી આશરે 60 ફૂટ દૂર જ મજૂરો સૂતા હતા. વહેલી સવારે આગની જાણ થતાં જ મજૂરોએ સતર્કતા દાખવીને તાત્કાલિક માલિક અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

આગની ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની 2 અને રાજકોટની 1 એમ કુલ 3 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા ૮ થી વધુ પાણીના ફેરા મારીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલમાં પણ આગ સંપૂર્ણપણે ઓલવવાની કામગીરી ચાલી રહી છે.આગનું ચોક્કસ કારણ સોલાર પેનલનો શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.