Saturday - Jun 20, 2026

માટેલ રોડ પર કારખાનામાં ભીષણ આગ : ફાયરની 6 ટિમો કામે લાગી

માટેલ રોડ પર કારખાનામાં ભીષણ આગ : ફાયરની 6 ટિમો કામે લાગી

હજુ આગનું ચોક્કસ કારણ કે જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી

મોરબી : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી એડીકોન પેપર પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી છે. પેપર મિલમાં આગ લાગતા જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ઘટનાને પગલે ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

માટેલ રોડ પર કારખાનામાં ભીષણ આગ : ફાયરની 6 ટિમો કામે લાગી

ઘટનાની ગંભીરતાને જોતા આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક આસપાસના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી મદદ માંગવામાં આવી હતી. આગ પર નિયંત્રણ મેળવવા માટે મોરબી ફાયર વિભાગની 4 ગાડીઓ, હળવદ ફાયર વિભાગની 1 ગાડી અને વાંકાનેર ફાયર વિભાગની 1 ગાડી એમ કુલ 6 જેટલા ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા છે. હાલમાં ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા અને તેને સંપૂર્ણપણે બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પેપર ફેક્ટરી હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ કે નુકસાનીનો અંદાજ હજુ સુધી જાણી શકાયો નથી. પ્રાથમિક પ્રાથમિક તબક્કે જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

માટેલ રોડ પર કારખાનામાં ભીષણ આગ : ફાયરની 6 ટિમો કામે લાગી